વડોદરામાં વરસાદી સીઝનમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. શહેરના ગોરવા, છાણી, નવાપુરા, આજવા રોડ, ગોત્રી સહિતના વિસ્તારોમાં ખાડાઓ પડતા પાલિકાના તંત્ર દોડતું થયું. અનેક વિસ્તારોમાં તો ડ્રેનેજ લાઈનનું કામ કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતાં રોડ પર ખાડા પડતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા.
કોર્પોરેશનની કામગીરી હરહંમેશ શંકાના દાયરામાં આવતી જ રહે છે. અને હાલ વરસાદી સીઝન હોય વડોદરામાં માત્ર અઢી ઇંચ વરસાદમાં ઠેર ઠેર રોડ પર મસ મોટા ખાડા પડવા લાગ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તાર ગોત્રી, ઉંડેરા, છાણી, ગોરવા, નવાયાર્ડ, સુભાનપુરા તેમજ આજવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે.ખાડા પડતા કોર્પોરેશનનું તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું. પાલિકાની ટિમ દ્વારા ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઘણી જગ્યાએ તો ડ્રેનેજ લાઈનનું કામ કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતાં રોડ પર ખાડા પડયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી થઈ રહી છે. ઘણી જગ્યા તો કોર્પોરેશને હજી થોડાક સમય પહેલા જ જે રોડ બનાવ્યો હતો તે પણ એક તરફનો આખ્ખે આખો રોડ જ બેસી ગયો છે. જેના થી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરતાં રોડ બિસમાર થયો હોય તે સ્પષ્ટ થઇ ગયું છે.
Reporter: News Plus