ઊંઝા : એપીએમસીની ચૂંટણીને લઇ આજે APMC સંકૂલ ખાતે કુલ 14 બેઠકો જે પૈકી ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી શરૂ થઈ છે.
જેને લઇ વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરાઇ છે.ખેડૂત વિભાગના 261 મતદારો અને વેપારી વિભાગના 805 મતદારો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો માટે આજે મતદાન શરૂ થયું છે. ભાજપ દ્વારા વેપારી અને ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4ને ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યું છે. જેનો ભાવિ ફેસલો મતદારો કરશે. એપીએમસી સંકુલ ખાતે મતદાન થશે. સવારે 9:00 કલાકથી મતદાન શરૂ થશે.
ખેડૂત વિભાગના 261 મતદારો 10 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. જ્યારે વેપારી વિભાગના 805 મતદારો 16 વેપારી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 14 બેઠકો માટે 1066 મતદારો મતદાન કરશે.ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં ખેડૂત વિભાગમાં એક બુથ બનાવવામાં આવ્યું છે. જ્યારે વેપારી વિભાગમાં બે બુથ બનાવવામાં આવેલ છે. કુલ ત્રણ બુથમાં 15 અધિકારીઓ અને 5 રીઝર્વ એમ કુલ 20 અધિકારો ચૂંટણીમાં ઉપસ્થિત રહેશે. જ્યારે બીજા દિવસે એપીએમસીના હોલમાં મતગણતરી યોજાશે. જેમાં 20 અધિકારીઓ હાજર રહેશે.
Reporter: admin