વડોદરા : સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે નાગરવાડા સ્થિત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણેશએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સમગ્ર વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાગરવાડા સ્થિત તિરૂપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે ચેરમેન ધર્મેશ પટેલ, પ્રમુખ ગિરીશ પટેલ, ટ્રસ્ટી સુનિલ પટેલ, તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ના આચાર્ય મલ્લિકા વોરા સહિત વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં શાળાના ટ્રસ્ટીગણ દ્વારા પત્રકાર અને સામાજિક કાર્યકર હિરેન મોદીને આરતી માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે વિઘ્નહર્તાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્પર્ધાની અંતર્ગત તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા એક પેડ મા કે નામ ની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી દુંદાળા દેવ ગણેશજીના ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી તેની આસપાસનું વાતાવરણ પણ ગ્રામ્ય તેમજ પર્વતોની હારમાળા તૈયાર કરાવી હતી જે ખૂબ આકર્ષણનો કેન્દ્ર હતું તો બીજી તરફ શ્રીજીની પ્રતિમાની પાછળ જ ભગવાન શિવ અને પાર્વતીને બિરાજમાન કરાયા હતા તેવા અલૌકિક દ્રશ્ય સાથે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હતી આ સાથે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.



Reporter: admin







