વડોદરા : પાલિકા દ્વારા વર્ષ 2014 માં કારેલીબાગ સ્વિમિંગ પુલ બિલ્ડીંગનું કામ કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું.જેમાં સ્વિમિંગ પુલ, તેનું બિલ્ડીંગ અને જીમનું બાંધકામ ક્ષતિ પૂર્ણ કરાયું હતું.
જીમ શરૂ કરવા માટે કરવામાં આવેલા સૂચનો પૈકી હેવી વિજ લાઇનની જરૂરિયાત, નાના રૂમમાં સુધારા કરવા, વેન્ટીલેશનનો અભાવ દુર કરવો, પાણીનું લિકેજ દુર કરવુ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જીમમાં વેન્ટીલેશનનો પણ અભાવ છે અને જીમમાં રહેલ લાખો રૂપિયાના સાધનો પર ધૂળ ચડી અને ઉપયોગ ન થવાથી બગડી ગયા છે.જેને લઈ નાગરિકો અને પાલિકાના વિપક્ષ નેતા શાસકો અધિકારીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. પાલિકાના શાસકો આયોજન વગર કામ કરે છે. પ્રજાના માટે કોઈ કામ કરતા નથી.
જીમ 8 વર્ષથી બંધ રહ્યું એના માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ વિપક્ષે કરી છે.હાલ, સ્વિમિગ પુલ ચાલુ હોવાથી આ કાર્ય કરવું મુશ્કેલ હોવાનો લોકોનો મત છે.આ સુધારા-વધારા શક્ય ના હોવાના કારણે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે પણ જીમને બંધ રાખવા માટેની મૌખિત મંજુરી આપી હોવાનું સામે આવ્યું છે. મહત્વ ની વાત છે કે પાલિકાના અધિકારીઓના પાપે લોકો પ્રાઇવેટ જીમમાં પૈસા ખર્ચી જવા મજબુર બન્યા છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલ જીમ ક્યારે પ્રજાના ઉપયોગમાં આવશે તે સવાલ ઉઠી રહ્યો છે.
Reporter: admin