અમદાવાદ : નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વાહન અકસ્માતથી દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતી હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રિમાં વાહન અકસ્માતમાં 10 ટકાનો વધારો થયો છે. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નવરાત્રિના પ્રથમ ચાર નોરતામાં અમદાવાદમાં કુલ 381 વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. હાલની સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 70થી વધુ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઈમરજન્સી સેવાની મદદ લેવી પડે છે.
નવરાત્રિ દરમિયાન હૃદયની ઈમરજન્સીના ગુજરાતમાંથી 1230 જેટલા જ્યારે અમદાવાદમાં 358 કેસ નોંધાયા છે. હૃદય કરતાં શ્વાસ સંબધિત સમસ્યાને કારણે વધુ લોકોને ઈમજન્સીની જરૂર પડી છે. શ્વાસ સંબધિત ઈમરજન્સીના કુલ 1732 કેસ સામે આવ્યા છે.
Reporter: admin







