મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મેધરાજાએ સટાસટી બોલાવતા નાની ભુગેડી ગામમાં જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. જેના કારણે ગામમાં અવર જવર બંધ થતા ગ્રામજનો અટવાયા.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છેવાડે આવેલા નાની ભુગેડી ગામમાં જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. બલૈયા ક્રોસિંગ થી સંજેલી જવાનો માર્ગ બંધ થયો. ધોધમાર વરસાદના પગલે સુખી નદીના પાણી કૉઝવે પર ફરી વળ્યા.જેના કારણે ગામમાં જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતા અવર જવર બંધ થઇ.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે.
જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા અનેક ગામોમાં પાણી ભરાવા લાગ્યા છે. અનેક રોડ-રસ્તા તેમજ મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણીમાં ફરી વળ્યાં છે. જેમાં સંતરામપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે જેમાં દાહોદ અને મહીસાગર જીલ્લાના સરહદે આવેલ ગામના કોઝવે પર પાણી ફરી વળતા હાલ ગામમાં અવરજવર બંધ થઈ છે. કોઝવે પર નદીના પાણીના પ્રવાહમાં અનેક ઝાડ પણ ધસી આવ્યા છે. ગ્રામજનો પાણીના પ્રવાહને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
Reporter: admin