News Portal...

Breaking News :

ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા 3 ઓગસ્ટ સુધી મુલતવી

2025-08-02 09:31:33
ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા 3 ઓગસ્ટ સુધી મુલતવી


જમ્મુ: ચોમાસાને કારણે પહાડી રાજ્યો તેમજ મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 


જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા 3 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. હિમાચલમાં ત્રણ જગ્યાએ ફરીવાર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા હાલત બેહાલ થઈ ગઇ હતી. બીજી તરફ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ સ્થગિત રહી. હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. બીજી તરફ, રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે 16 જિલ્લાઓની શાળાઓ બંધ કરવામાં આવી છે.


શુક્રવારે હિમાચલની લાહૌલ ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા હતા. સવારે ટીંડી નજીક પુહરે નાલામાં પૂરને કારણે એક વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું. પૂરને કારણે ઉદયપુર-કિલાડ રોડ પણ બંધ થઈ ગયો હતો, જેને સાંજે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. બીજી ઘટના લાહૌલની યાંગલા ખીણમાં બની હતી. જ્યાં લોકોએ પૂરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. વાદળ ફાટવાની ત્રીજી ઘટના લાહૌલના જીસ્પાહમાં બની હતી.

Reporter: admin

Related Post