વડોદરામાં મોડી રાત્રે નશેબાજ કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો.
વડોદરામાં ગઈકાલે રાત્રે 12:15 વાગે પાણીગેટ પોલીસને કંટ્રોલરૂમમાથી માહિતી મળી હતી હરેશ પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.કાર રોડની સાઈડમાં ઉભી હતી અને તેમાં બે વ્યક્તિઓ બેઠા હતા.
કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્યએ પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું. બંને દારૂના નશામાં હતા જેથી પોલીસે કારચાલક પ્રેમ યોગેશભાઈ વસાવા, વિજય ઉકેડભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર કબજે લીધી હતી.
Reporter: admin







