News Portal...

Breaking News :

મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરને વડોદરા શહેરની ટીમને અંદાજિત એમડી ડ્રગ્સના 7.78 લાખનો મુદ્દામાલ સાથે

2024-11-26 11:53:48
મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરને વડોદરા શહેરની ટીમને અંદાજિત એમડી ડ્રગ્સના 7.78 લાખનો મુદ્દામાલ સાથે


વડોદરા શહેરમાં નશાખોરી તેમજ નશીલા પદાર્થનું વેચાણ કરતા પેડલરોને વડોદરા શહેર પોલીસ દ્વારા પકડી પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી સફળતા  મળી હતી 


શહેરના સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે એસઓજી દ્વારા રેડ કરીને અંદાજે એમડી ડ્રગ્સ નો  7. 78 લાખ જેટલો મુદ્દા માલ સાથે એક આરોપીસબ્બર હુસેન  લીયાકત હુસૈન મન્સૂરી, મધ્યપ્રદેશને ઝડપી પાડી 3 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.વડોદરા શહેરમાં અનેક વિસ્તારની અંદર નશીલા દ્રવ્યોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના સિક્કા બાર કરવા ગ્રાઉન્ડ ખાતે એસઓજી પોલીસને બાદમી મળી હતી કે શહેરના સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે નસીલા પદાર્થનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરવામાં આવી હતી. 


જેમાં એસઓજી પોલીસે આરોપી સબ્બર હુસેન લીયાકત હુસૈન મન્સૂરી, મધ્યપ્રદેશને ઝડપી પાડી, 3 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે 7.78 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજીની ટીમે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી નશીલા પદાર્થનો જથ્થો મળતાની સાથે જ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી ત્યારે મળેલા જથ્થાને તપાસ માટે એસઓજી ની ટીમે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી મહત્વની વાત છે કે શહેરમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ડ્રગ્સ માટે મોકળું મેદાન હોવાના જણાય આવી રહ્યું છે જે પ્રકારે આ ક્રાઉન ખાતે અનેક અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે આરોપીને પકડી એસોજી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter: admin

Related Post