હાઈવે થી શહેર તરફ સર્વિસ રોડનો ઉપયોગ કરતા વાહનચાલકો રોજ અટવાય છે, એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે સર્વિસ રોડ નો એક તરફ નો બંધ હોવા થી સર્જાઈ રહી છે તકલીફ.

સર્વિસ રોડ પર વિકાસના નામે ખોદયો મસમોટો ખાડો, સોખડા ગામ તરફ જતા વાહનો અટવાયા,છેલ્લા છ મહિના થી બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંધ છે, ઇમરજન્સી માટે જતું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાયું,રીપેરીંગનું કામકાજ ચાલતુ હોવા થી પડી રહી છે તકલીફ,સ્થાનિક તંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ કામગીરી ચાલતી હોવા થી અવર જવર કરતા લોકો ને પડી રહી છે તકલીફ.

આટલા મહિનાઓ થઇ ગયાં છતાં પણ સમારકામમાં કોઈક પ્રગતિ નથી, ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે જેથી લોકોને રોજ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, આ કામગીરી પૂર્ણ થતા કેટલો સમય લાગશે તે એક સવાલ,રોજિંદી અવર જવર અને નોકરિયાત વર્ગ માટે સર્વિસ રોડ બંધ થઈ જતા પડી રહી છે મુશ્કેલીઓ




Reporter: admin







