News Portal...

Breaking News :

ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો ત્યારે કેનાલમાં ખાબકતાં ચાલકનું મોત

2025-06-21 19:24:16
ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો ત્યારે  કેનાલમાં ખાબકતાં ચાલકનું મોત



વડોદરા : પંચમહાલના શહેરામાં ટ્રેક્ટર અચાનક કેનાલમાં ખાબકી જતાં 28 વર્ષીય ટ્રેક્ટર ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરીહતી. યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. 




પંચમહાલના શહેરા તાલુકાના જુના ખાંધવા ગામે 28 વર્ષીય સુખા પ્રભાતભાઈ બારીઆ ખેતરમાં ધરું નાખીને ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. યુવક ટ્રેક્ટર લઈને પોતાની ઘરની પાછળના ભાગે આવેલી કેનાલવાળા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચનાક ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું અને કેનાલમાં જઈ પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. 



આ ઘટનામાં કેનાલમાં ટ્રેક્ટર ખાબકી જતાં યુવક ટ્રેક્ટર નીચે દબાઈ જતાં મોત નીપજ્યું હતું. જ્યારે રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકોને આ મામલે જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post