વડોદરા : વિદ્યાર્થી સંગઠન દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી પરંતુ પીવાના પાણીની સમસ્યા તેનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારબાદ આજે પૂર્વ સિન્ડિકેટ સદસ્ય અમર ઢોમશે રજૂઆત કરવા પહોંચ્યા.

છેલ્લા કેટલાક સમયથી ફેકલ્ટી ઓફ કોમર્સના પાણીના કુલરો બંધ પડ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે બહારથી પાણીના જગ મંગાવા પડે છે, તે પાણીના જગ વિદ્યાર્થીઓ માટે પૂરતું નથી હોતું.એવી રજૂઆત લઈને અમર ઢોમશે ડીનને મળવા પહોંચ્યા પરંતુ તે ગેરહાજર હતા, સાથે સાથે અમર ડોમશેનું કહેવું છે કે આ રજૂઆત વહેલી તકે સાંભળવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી હતી.





Reporter: admin