News Portal...

Breaking News :

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા વધુ કડક બનાવવાની તૈયારીઓ

2025-07-28 10:28:32
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા વધુ કડક બનાવવાની તૈયારીઓ


વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોના સપના ચકનાચૂર કરવા બેઠા હોય તેમ H-1B વિઝા વધુ કડક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 


થોડા દિવસ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના નિદેશક જોસેફ એડલોએ કહ્યું હતું કે, ‘H-1B વિઝા હેઠળની વર્તમાન પરીક્ષા વધુ સરળ છે અને તેને માત્ર યાદ કરવાથી પાસ કરી શકાય છે.’ ત્યારે હવે ટ્રમ્પે આ પરીક્ષા વધુ આકરી બનાવવાની યોજના બનાવી દીધી છે.અમેરિકન નાગરિકતા પરીક્ષા એ યુનાઇટેડ સ્ટેટ્સની નાગરિકતા મેળવવા માંગતા કાયમી નિવાસીઓ (ગ્રીન કાર્ડ ધારકો) માટે USCIS દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે. આ પરીક્ષાના મુખ્ય બે ભાગ અંગ્રેજી પરીક્ષા અને નાગરિકશાસ્ત્ર પરીક્ષામાં લેવામાં આવે છે.USCIS અધિકારી ઇન્ટરવ્યુ દરમિયાન અરજદાર સાથે વાતચીત કરીને તેની અંગ્રેજી બોલવાની અને સમજવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. 


આમાં અરજદારના N-400 ફોર્મ (નેચરલાઈઝેશન માટેની અરજી) પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબોનો સમાવેશ થાય છે. અરજદારને ત્રણ અંગ્રેજી વાક્યોમાંથી ઓછામાં ઓછું એક વાક્ય યોગ્ય રીતે મોટેથી વાંચવાનું હોય છે. આ વાક્યો સામાન્ય રીતે યુએસ ઇતિહાસ અને સરકાર વિશેના હોય છે. USCIS અધિકારી ત્રણ અંગ્રેજી વાક્યોમાંથી ઓછામાં ઓછું એક વાક્ય બોલે છે અને અરજદારે તેને યોગ્ય રીતે લખવાનું હોય છે. જોડણી, વ્યાકરણ, વિરામચિહ્નો અને કેપિટલાઇઝેશનમાં નાની ભૂલોને માફ કરી શકાય છે, પરંતુ વાક્યનો અર્થ બદલાવો ન જોઈએ.

Reporter: admin

Related Post