વોશિંગટન : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા જાન્યુઆરી મહિનામાં વ્હાઇટ હાઉસમાં પદના શપથ લેશે.
આ પહેલા તે પોતાની નવી ટીમ બનાવવામાં વ્યસ્ત છે. અગાઉ તેમણે તેમની કેબિનેટમાં બે હિન્દુ ચહેરાઓને સ્થાન આપ્યું છે અને હવે તેમણે રોબર્ટ કેનેડી જુનિયરને આરોગ્ય અને માનવ સેવા વિભાગની જવાબદારી સોંપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ પર તેમની નિમણૂકની જાહેરાત કરી છે. પરંતુ આ નિમણૂક સાથે વિરોધ પણ થઈ ગયો છે.રોબર્ટ એફ. કેનેડીને સમગ્ર વિશ્વમાં વેક્સિનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીના ભત્રીજા અને એટર્ની જનરલ રોબર્ટ એફ. કેનેડીના પુત્ર છે. તેણે ગયા વર્ષે ડેમોક્રેટિક નોમિનેશન માટે જો બાયડનને પડકાર્યા હતા અને બાદમાં રાષ્ટ્રપતિની રેસમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ પણ લીધો હતો. જો કે, કેનેડીએ પાછળથી રિપબ્લિકન પાર્ટી સાથે સમાધાન કર્યું અને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કર્યું. જેના બદલામાં હવે તેમને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે.
Reporter: admin