News Portal...

Breaking News :

વડોદરાના સાવલીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવીન ઓરડાઓ નું લોકાર્પણ કરવામાં આવ્યું

2024-11-30 11:29:43
વડોદરાના સાવલીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવીન ઓરડાઓ નું  લોકાર્પણ કરવામાં આવ્યું




જિલ્લા પંચાયત ના પ્રમુખ ગાયત્રીબેન મહિડા ના હસ્તે  રીબીન કાપી અને દીપ પ્રગટાવીને નવીન ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.કુમારશાળાના નવીન ઓરડાઓના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં આચાર્યો અને શિક્ષકો હાજર રહ્યા.



જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તાલુકા શાળા ના નવીન ઓરડાઓ નું લોકાર્પણ કરવા માં આવ્યું.નવીન ઓરડાઓના લોકાર્પણ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાવી ને સન્માન કરવામાં આવ્યું.પ્રાથમિક શાળાના બાળકો અને દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને લોક નૃત્ય દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.નવીન ઓરડાઓ માં હવે બાળકો સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં મુક્ત . બાળકો મન લગાવી ભણી શકશે


...

Reporter: admin

Related Post