કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી. એ. શાહની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિ અને સમસ્યા નિવારણ સમિતિ, વડોદરાની ત્રિમાસિક બેઠક મળી હતી.

આ બેઠકમાં વિવિધ ક્ષેત્રના દાતાઓનાં સન્માન કાર્યક્ર્મ તથા કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓના સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેના આશ્રિતોના મુદ્દાઓ અને પ્રશ્નો પર ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા કલેકટર બીજલ શાહે દેશની સુરક્ષા કાજે સતત દિવસ રાત ફરજ બજાવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વડોદરા જિલ્લા શહેરના સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સંસ્થાઓ તથા નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા માટે આભાર પ્રગટ કર્યો હતો.આ સાથે આવનાર દિવસોમાં તા. ૭મી ડિસેમ્બર ના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંકથી વધુ ભંડોળ જમા કરાવી આપણા સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી દર્શાવવા અને તેઓના પરીવારજનો પ્રત્યે ઋણ અદા કરવા માટે સૌને અપીલ કરી.

આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસન અધિકારી ડૉ. કર્નલ કમલજીત કોરે જણાવ્યું કે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સરકાર દ્વારા મળેલ લક્ષાંક ૨૦ લાખ ની સરખામણીએ ૩૧.૬૦ લાખ ફાળો એકત્ર થયો છે. આ અંતર્ગત તમામ શૈક્ષણિક, સામજિક, ધાર્મિક તથા સરકારી દાતાઓના સન્માન તથા પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ બેઠક જિલ્લા કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર ડૉ. બી. એસ. પ્રજાપતિ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસન અધિકારી ડૉ કર્નલ કમલજીત કૌર, કર્નલ વી.કે. ફલનીકર (નિવૃત્ત), શહેર તથા જિલ્લામાં વિવિધ ક્ષેત્રના દાતા શરીઓ અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસન વિભાગનાં કર્મયોગીગણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.






Reporter: admin