છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસી નેતા અર્જુન રાઠવાને રૂ.2.50 કરોડની બદનક્ષીના દાવાની નોટિસ આપતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે.
છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસી નેતા અર્જુન રાઠવાને રૂ.2.50 કરોડની બદનક્ષીનો દાવાઓ કરવાની વકીલ મારફતે નોટિસ આપી છે. અર્જુન રાઠવાએ એક મહિના પહેલાં સોશિયલ મીડિયામાં ભાજપ લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાને રૂમમાં પૂરીને માર માર્યો હોવાની પોસ્ટ કરી હતી. પરંતુ આવો કોઈ બનાવ બન્યો ન હોવાની વાત જિલ્લા ભાજપ પ્રમુખ કરી હતી. જેને લઇને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસી નેતા અર્જુન રાઠવાને વકીલ મારફતે માફી માગવાની અને જો ના માગે તો રૂ.2.50 કરોડની બદનક્ષીનો દાવો કરવાની નોટિસ ફટકારી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પોતાની, ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા તેમજ પાર્ટીની છબી ખરડી હોવાની વાત કરીને વકીલ મારફતે નોટિસ ફટકારતાં રાજકારણ ગરમાઈ ગયું છે.
Reporter: News Plus