વડોદરા :આજે, માય લિટલ હાર્ટ દ્વારા LPS હેલ્થના સહયોગથી માસિક સ્રાવની સમસ્યા અંગે મહિલાઓમાં જાગૃતતા લાવવા અને આ અંગે સ્વચ્છતા અને શું કાળજી રાખવી તે અંગે મહિલાઓને જાગૃત કરવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાસણા રોડ પંચમુખી હનુમાન મંદિરની સામે વુડાના આવાસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં LPS હેલ્થ અમેરિકા ટીમના 15 હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા 200 થી વધુ મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરી મહિલાઓને જાગૃત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા. મેડિકલ હેલ્થકેર ક્ષેત્ર સાથે જોડાયેલ આ સમર્પિત વ્યક્તિઓએ મહિલાઓને માસિક સ્રાવની સ્વચ્છતાના મહત્વ અને સમગ્ર સ્વાસ્થ્ય પર તેની અસર વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સેનિટરી નેપકિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું,

આ પહેલ વિશે બોલતા, માય લિટલ હાર્ટના સહ-સ્થાપક, ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટ મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્રાવની આસપાસની વાતચીતને સામાન્ય બનાવવાની દિશામાં એક નાનું પગલું છે. કોઈ પણ સ્ત્રીએ આટલી કુદરતી વસ્તુ વિશે શરમ અનુભવવી જોઈએ નહીં. અમે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સમર્થન અને શિક્ષણ આપવા માટે અહીં છીએ.” આ ઈવેન્ટે હાઈલાઈટ કર્યું હતું કે માસિક સ્રાવની આસપાસના નિષેધને તોડવો એ એક સામૂહિક જવાબદારી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ જાગૃતિ અને સંભાળને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.




Reporter: admin







