વડોદરા : છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ અને છત્રપતિ શિવાજી આજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે.

આજે મહાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે. છત્રપતિ શિવાજી મહારાજનું અવસાન 3 એપ્રિલ 1680ના રોજ થયું હતું. આજે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે. છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેઓ તેમની યુદ્ધની રણનીતિ, વહીવટી કુશળતા, બહાદુરી અને અન્ય પરાક્રમી કુશળતા માટે પ્રખ્યાત છે. આજે પણ છત્રપતિ શિવાજી મહારાજનું નામ દરેક ભારતીયના મનમાં જીવંત છે, એક મહાન શાસક, મહાન રાજા, મરાઠા સામ્રાજ્યના સ્થાપક, હિંદુ સ્વરાજ્યના સ્વપ્ન જોનાર, શક્તિશાળી, વફાદાર, પરાક્રમી પુરૂષ, જેમણે પોતાના તેજસ્વી પરાક્રમથી ઈતિહાસ રચ્યો. તેઓ ભારતીય નૌકાદળના પિતા તરીકે ઓળખાય છે.

શિવાજી મહારાજે જયગઢ, વિજયદુર્ગ અને સિંધુદુર્ગમાં કેટલાક પ્રખ્યાત નૌકાદળ કિલ્લાઓ પણ બનાવ્યા હતા. તેમની વ્યૂહરચના અને યોગદાનને કારણે તેમને 'ફાધર ઓફ ઈન્ડિયન નેવી' કહેવામાં આવે છે. શિવાજી મહારાજે હંમેશા મહિલાઓ વિરુદ્ધ હિંસા કે ઉત્પીડનનો વિરોધ કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજે 3જી એપ્રિલ 1680ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. શિવાજી મહારાજાના મૃત્યુ પછી છત્રપતિ સંભાજી રાજેએ મરાઠા સામ્રાજ્યનું સંચાલન કર્યું. ત્યારે આજે છત્રપતિ શિવાજી મહારાજ ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અભિયાન છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં 40,000 થી વધુ માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેંકના અધ્યક્ષ ગૌરવ પવળે સાથે બેંકના કર્મચારીઓ સાથે છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Reporter: