સામાજિક કર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને મીઠાઈ, ફરસાણ અને ચોકલેટ તથા દિવાની ૨૫૦૦ કીટ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
દિવાળીનો પર્વ લોકોના જીવનમાં તેમજ ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે. આ પર્વમાં લોકો નવા કપડાં અને જાતજાતની અને ભાતભાતની વાનગીઓ ખરીદી પોતાની ખુશીઓ વ્યક્ત કરતાં હોય છે. જો કે, ઘણા ગરીબ પરિવાર એવા પણ હોય છે કે, જેમના ઘરે દિવાળીમાં આવી ખુશીઓ આવતી નથી. પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આવા લોકો દિવાળીમાં જીવન-જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકતા નથી. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા સતત બીજા વર્ષે સ્નેહ અભિયાન અંતર્ગત લોકોની દિવાળીમાં ખુશીઓના રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા સાવલી તાલુકાની શાળાઓ, હાલોલ જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને મીઠાઈ, ફરસાણ, ચોકલેટ અને દીવાની ૨૫૦૦ કીટ વિતરણનો આજથી પ્રારંભ કરી લોકોની દિવાળીમાં ખુશીઓના રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Reporter: admin