અપક્ષ કાઉન્સિલરની લેન્ડગ્રેબીંગની ફરિયાદ બાદ- કલેકટર, નિવાસી અધિક કલેક્ટર, મામલતદાર,પાલિકાનાં ટી.ડી.ઓ/ટી.પી.ઓ,સિટી સર્વે વિ. વિભાગો એક્શનમાં...
સમગ્ર વિવાદ માટે, સીધો જવાબદાર પૂર્વ ટી.ડી.ઓ જીતેશ ત્રિવેદી
Mla vs મીડિયા હાઉસ
અટલાદરા ગૌચરની જમીનનો વિવાદ ગરમાયો: નિવાસી અધિક કલેક્ટરનો મામલતદારને પ્લોટ વેલીડેશનનો આદેશ
ધારાસભ્ય અને મીડિયા હાઉસ વચ્ચેની સરકારી જમીનની ખેંચતાણ હવે તપાસનાં ચક્કરમાં
વડોદરા મહાનગરપાલિકાની અહેવાલની નકલ સાથે, 13 ઑક્ટોબરના આદેશ બાદ જમીન વિવાદમાં ઝડપી કાર્યવાહી
શહેરમાં નામી મીડિયા હાઉસ અને ધારાસભ્ય પરિવાર વચ્ચે જમીનને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ તેજ બન્યો છે. આ મામલે નિવાસી અધિક કલેક્ટરે મામલતદાર (પશ્ચિમ)ને 13 ઑક્ટોબરે પત્ર લખી, અટલાદરા વિસ્તારમાં આવેલી જમીનમાં પ્લોટ વેલીડેશન કરવા આદેશ કર્યો છે. મેળવાયેલા પત્ર મુજબ, મોજે અટલાદરા, રે.સ.નં. 585માંથી, ટી.પી.નં. 28 અને એફ.પી.નં. 90/1 ધરાવતી સરકારી જમીનમાં પ્લોટ વેલીડેશન કરવાની કાર્યવાહી શરૂ કરવાની સૂચના અપાઈ છે. આ સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ટી.પી.)ના પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્રમાં જણાવ્યા મુજબ, મોજે અટલાદરા, તા.જીલ્લો વડોદરા, રે.સ.નં. 622/1ની બાકી રહેલી જમીન રોડમાં જતી હોવાથી તેની એફ.પી. ફાળવણી રે.સ.નં. 585માં થયેલી હોવાનું રજૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પત્ર મુજબ, સદર સરકારી જમીન અંગે કોઈ સમંતિ આપવામાં આવી નથી. આથી અધિક કલેક્ટરે સરકારી જમીન સંબંધિત નિયમોનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપેલી છે.પત્રની સાથે વડોદરા મહાનગરપાલિકાના પત્રની નકલ પણ જોડવામાં આવી છે. જાણવા મળે છે કે 13 ઑક્ટોબરના આદેશ બાદ બે દિવસની અંદર જ વિવાદિત જમીન મામલે કાર્યવાહી શરુ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે.
Reporter: admin







