વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતેના સ્થાયી સમિતિ સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી આ બેઠક ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી
જેમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા પૂરની સ્થિતિ બાદ વડોદરા શહેરમાં ચાલી રહેલી સઘન સફાઈ ઝુંબેશ સાથે મેડિકલ સર્વે જેવી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે કરવામાં આવી હતી આની સાથે સાથે કચરાના નિકાલ માટે સોલીડ વેસ્ટના ઇજારદારો અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજાઇ હતી. બેઠક અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા માધ્યમોને માહિતી આપી હતી.
Reporter: