ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ચોથી વાર પુર આવવાના કારણે બચી ગયેલો ખેડૂતોનો પાક પણ નાશ થઈ ગયો છે
સરકાર દ્વારા પહેલા સર્વે કરાવવામાં આવ્યું હતું પણ ખેડૂતોની માંગ છે ફરી સર્વે કરી અને પાકની નુકસાનીનું વળતર જલ્દી મળે તેવી ખેડૂતોની માંગ છે ચોથા પૂર ના કારણે ખેડૂત થઈ ગયો છે પરેશાન જલ્દી વળતર મળે તો બીજો પાક નાખી શકાયદેવ ડેમમાંથી પાણી છોડાતાં ઢાઢર નદી એ રોદ્રરૂપ ધારણ કરેલ છે, 16 ગામ ડભોઇ તાલુકામાં ચોથી વારપુર આવતા પાકમાં નુકસાન થોડો ઘણો રહેલો પાક પણ ધોવાઈ ગયો છે ખેતરોમાં હજુ પણ પાણી એક એક ફુટ જેટલા છે ડાંગરનો જે પાક છે તે નીચેથી કોવાઈ ગયો છે સરકાર એકવાર તો સર્વે કર્યું હતું પણ હવે ફરી સર્વે કરે એવી ખેડૂતોની માંગ અથવા પામી છે.
ડભોઇ નજીક આવેલા દેવ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતાં તેની ભયજનક સપાટી નજીક આવી ગયો ડેમનું રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તારના ડભોઇ તાલુકાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે પાણી ઢાઢરમાં આવતાં પુનઃ રોદ્ર રૂપ ધારણ કરેલ છે.ડભોઈ તાલુકાના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતાં ગામો . ડભોઈ પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી આ સિઝનમાં ચોથીવાર રોદ્રરૂપ ધારણ કરેલ છે.ડભોઈ તાલુકાના પૂર ડંગીવાળા નારણપુરા, બંબોજ, કરાલાપુરા કરાલી ઢોલાર કડોદરા વીરપુરા છીપાપુરા જ સહિતના 16 જેટલા ગામો વધુ ખેતીમાં નુકસાન જોવા મળી રહ્યું છે
Reporter: admin