દિલ્હી : DigiYatraએ તાજેતરમાં 1 કરોડ યુઝર્સનો આંકડો પાર કર્યો છે. દરરોજ લગભગ 30,000 લોકો આ પ્લેટફોર્મ ડાઉનલોડ કરી રહ્યા છે, જે આ ટેકનોલોજીની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે.
ડિજીયાત્રા સેલ્ફ સોવરેન આઈડેન્ટિટી (SSI) સિસ્ટમ પર કામ કરે છે, જે મુસાફરના ચહેરાની બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ એરપોર્ટ પર સમગ્ર પ્રક્રિયાને સંપર્ક રહિત અને સલામત બનાવે છે.ડિજીયાત્રા ફાઉન્ડેશનના સીઈઓ સુરેશ ખડકભાવીએ જણાવ્યું હતું કે, '1 કરોડ વપરાશકર્તાઓનો આંકડો અમારા પ્લેટફોર્મ પર પ્રવાસીઓનો વિશ્વાસ દર્શાવે છે.
અમારો ઉદ્દેશ્ય આગામી સમયમાં વધુ નવીનતાઓ લાવવાનો અને મુસાફરોને વધુ સારો અનુભવ પ્રદાન કરવાનો છે.' તેમણે એમ પણ કહ્યું કે 'ડિજીયાત્રાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં પણ લાવવા માટે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) સાથે ભાગીદારી કરવામાં આવી રહી છે, જે 2025 માં તેને વધુ વિસ્તૃત થશે.'
Reporter: admin