ભારતીય જનતા પક્ષના વડોદરા શહેર જિલ્લાના આગેવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળ્યા.પાર્ટીના મોવડીઓ અને અગત્યના કેન્દ્રીય મંત્રીઓનું પ્રેરણાત્મક માર્ગદર્શન મેળવ્યું.
સારી વાત છે,તસવીર સરસ છે,બૌ રચનાત્મક વાતાવરણ માં આ મુલાકાત થઈ એવું સૂચવે છે.સાંસદ,શહેર પ્રમુખ,ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યો અને પક્ષ પદાધિકારીઓ ખુશહાલ દેખાઈ રહ્યા છે.પણ આ મુલાકાત ખાલી શુભેચ્છાઓ ની આપલે માટે હતી કે શહેરના હિતની કોઈ નક્કર વ્યૂહ રચના માટે એનો ફોડ પડે પછી એની ઉપયોગિતા નક્કી કરી શકાય.
વડોદરા અત્યારે ઘણાં મોરચે લડી રહ્યું છે.વિકાસની બાબતમાં વડોદરા અન્ય મેગા શહેરોની સરખામણીમાં પાછું પડ્યું છે એવું ખુદ મુખ્યમંત્રી કહી ચૂક્યા છે.ત્યારે આ મુલાકાત વડોદરાના વિકાસના કોઈ સારા સમાચારનું નિમિત્ત બને તો ઉત્તમ ગણાશે.બાકી પક્ષના મોવડીઓ પક્ષના પાયાના કાર્યકરોને મળે અને પ્રોત્સાહન આપે તે સ્વાભાવિક છે.મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવી વાત છે.આશા રાખીએ આ મુલાકાત વડોદરાના વિકાસને વેગ આપવાનું અને સમસ્યાઓ ના ઉકેલ નું નિમિત્ત બને.
Reporter: admin