ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચાતુર્થી શાસ્ત્રોક્ત રીતે ઘરના ગણપતિ ભગવાનનું સ્થાપના કરવામાં આવી

શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાદરવા મહિનાની સિદ્ધિ વિનાયક ચતુર્થી એટલે ગણેશ ચાતુર્થી એ આજે ઘરમાં, સોસાયટીમાં, શેરીમાં, ઓફિસમાં 11 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને ગણેશ ચતુર્થી પર ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે અને ગણેશ મૂર્તિ સ્થાપિત કરીને વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. ધોળકર પરિવારના ત્રીજી પેઢીના પ્રથમ ઘોળકર દ્વારા આજે શાસ્ત્રોક્ત રીતે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી ધોળકર પરિવારના ગણેશ સ્થાપના નું 55મું વર્ષ છે.

1970 થી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી, દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત દિવસના માટીના ગણેશજીના મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, આ વર્ષે પુણે શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લા શનિવાર વાડા નું ડેકોરેશન કરવામાં આવ્યું છે ધોળકર પરિવાર દ્વારા 55 વર્ષ થી માટીમાંથી બનેલ ગણપતિ નું સ્થાપના કરતું આવે છે, આ વખતે પણ દોઢ ફુટની પ્રતિમાંની સ્થાપના કરવામાં આવી છે, આ વર્ષે ગણપતિ બાપ્પા નું બ્રાહ્મણ સ્વરૂપ અને મહારાષ્ટ્રીયન સાફો પહેરવા માં આવ્યો છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવે છે.




Reporter: admin







