શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક(AEI) ની બઢતીની જગ્યા માટે સમગ્ર ગુજરાતમાં Special Competitive Examનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધાત્મક પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી કુલ 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહેકમ આધારિત 1 બઢતીની જગ્યા શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ હતી. જેમાં તમામ ઉમેદવારોમાં સમિતિ સંચાલિત માં ભારતી પ્રાથમિક શાળા, સયાજીગંજ - 5 ખાતે HTAT તરીકે ફરજ બજાવતા ધવલભાઈ પટેલે સૌથી વધુ 155 ગુણ મેળવી મદદનીશ કેળવણી નિરીક્ષક માટે મેરીટના આધારે પસંદગી પામેલ છે.

તેઓએ આજે તા. 1/4/2025 ના રોજ નિરીક્ષક તરીકેનો ચાર્જ સંભાળેલ છે. આ તબક્કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિદ્યભાઇ દેસાઈ, ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી શ્વેતાબેન પારગી, તમામ સભ્યઓ તેમજ તમામ કચેરી સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.


Reporter: admin







