ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્રારા આજે ધન તેરસ નિમિતે નમો કમલમ્ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું.

વિષ્ણુભગવાનનાં ચોવીસ અવતારોમાં ભગવાન ધન્વન્તરિ બારમો અવતાર છે. ભગવાન ધન્વન્તરિ આયુર્વેદનાં પ્રવર્તક છે. એટલે આયુર્વેદ-આરોગ્યના દેવતા ભગવાન ધન્વન્તરિ છે. જેણે આ જગતને આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરી છે. માનવીના દુઃખો દુર કરવા માટે તે અવતર્યા હતા. એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્યશાસ્ત્રની ઉત્પતિ અને જન્મ ભારતમાં જ થયો છે. આ એક આપણા સહુ માટે ગૌરવપ્રદ અવિસ્મરણીય વિરલ ઘટના છે.

ભગવાન ધન્વન્તરિ દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્રમંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજા દેવોદાસ ધન્વન્તરિના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો. આ ઇતિહાસ ભાગવત્- મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્રારા ધન તેરસ નિમિતે નમો કમલમ્ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરી પૂજન નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યકમ માં ભાજપા મેડિકલ સેલના ડોકટરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન ધન્વન્તરિ દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી.




Reporter: admin







