વર્ષના ગુના આંકડા, કામગીરી અને ડિજિટલ અરેસ્ટ કેસની વિગત મેળવી; શ્રેષ્ઠ PI–PSIને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા.

વડોદરા રેન્જ આઈજી કચેરીમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વાર્ષિક કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. સમીક્ષા દરમિયાન ડીજીપીએ રેન્જ હેઠળના ચાર જિલ્લાઓ—વડોદરા ગ્રામ્ય, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરની પોલીસ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને વડોદરા ગ્રામ્યમાં નોંધાયેલા ગુજરીટોક કેસો અને ડભોઈમાં બનેલા ડિજિટલ અરેસ્ટ કેસ અંગે પોલીસ અધિકારીઓ પાસેથી રિપોર્ટ લેવામાં આવ્યો હતો.જૂની કલેક્ટર કચેરી સ્થિત ધારાસભા હોલમાં યોજાયેલી બેઠકમાં વિકાસ સહાયે ડ્રોન સર્વેલન્સનો વ્યાપક ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં એરિયલ પેટ્રોલિંગ વધારવાની તથા કોર પોલિસિંગને વધુ મજબૂત બનાવવાની તાકીદ કરવામાં આવી હતી. તેમણે પોલીસ સ્ટેશનોમાં દસ્તાવેજી તથા મેદાની કામગીરી વધુ અસરકારક બને તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતુંઆ પ્રસંગે ડીજીપીએ રેન્જમાં ઉત્તમ કામગીરી કરનાર 3 PI અને 6 PSIને પ્રશંસાપત્ર અને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન આઈજી સંદીપ સિંહ, ભરૂચ એસપી, વડોદરા ગ્રામ્ય એસપી, નર્મદા એસપી, તથા છોટાઉદેપુર એસપી ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







