વડોદરા :વર્ષ 2025 ની સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે જેને લંબોદર સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે, માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરે છે. ભગવાન ગણેશની પૂજા અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે આજે વર્ષ ભેગા 25 ની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું

ત્યારે આજે વહેલી સવારે ગણપતિ દાદા ને કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી સાથે રાત્રિના 9:35 કલાકે ચંદ્રોદય જોવા મળશે આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાને કેસર સ્નાન મહાપૂજા તેમજ અને અને ત્યાગનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આ મંદિરના પૂજારી દ્વારા તમામ ગણેશ ભક્તોને આ ગણેશ યોગમાં લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.



Reporter: admin