News Portal...

Breaking News :

વુડા ગેરેન્ટર રહી લાભાર્થીઓને બેંક લોન નહીં કરાવે તો ઉપવાસ આંદોલન

2025-01-17 13:30:12
વુડા ગેરેન્ટર રહી લાભાર્થીઓને બેંક લોન નહીં કરાવે તો ઉપવાસ આંદોલન


વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1અને EWS-11 ટાઈપના આવાસોમાં વુડા ગેરેન્ટર રહી લાભાર્થીઓને બેંક લોન કરવા બાબત નહીં તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે.


વડોદરા શહેરી વિકાસ સતા મંડળના ૧૬/૧૨/૨૦૨૪ ના બોર્ડ બેઠકમા EWS -1 અને EWS 11 ટાઇપના જુદી જુદી આવાસ યોજના આવાસો ભાયલી-બીલ -સેવાસી-ખાનપુર અંકોડીયામા બનાવવામાં આવ્યા છેઅને તેનો ડ્રો પણ થઈ ગયો છે. જેમા ૨૪૩ જેટલા લાભાર્થીઓ નાણાકીય મુશ્કેલીઓને કારણે બેન્ક સાથે ટાઇ-અપ કરી વુડા ગેરેન્ટર રહી લોન મેળવવા લાભાર્થીને આવાસનુ પઝેશન મેળવવા મદદ કરવી અને લાભાર્થી લોન ના હપ્તા સમયસર ન ભરે તો નોટીસ આપી આવાસ રદ કરવાનો અધ્યક્ષ સ્થાને ઠરાવવામાં આવ્યુ છે 


ત્યારે વુડા વારા ગરીબ-મધ્યમ વર્ગના લાભાર્થીઓને નાણાંની મુશ્કેલીઓ નડી રહી હોય તેમજ બેન્કમાથી લોન થઈ રહી નથી તેવા તમામ લાભાર્થીઓ માટે તાત્કાલીક કચેરી બોલાવી અથવા તો સમાચાર પત્રોમાં જાહેરાત આપી તમામ EWS 1 અને EWS 11 ના ૨૪૩ જેટલા લાભાર્થીઓના વુડા દ્રવારા બેન્ક ગેરેન્ટર ૨હી લોન કરી આવાસ અપાવવા સાથે કોઈ પણ લાભાર્થીઓનુ આવાસ રદ નહી કરવુ અને જરૂરીયાત જણાય તો અમો લાભાર્થીઓને તેમજ વુડા કચેરીના તમામ જવાબદાર અધિકારીઓને મદદ રૂપ થવા તૈયાર છીએ પરંતુ આવાસ યોજનાનો લાભ તમામ ૨૪૩ લાભાર્થીઓને આપવા તેમજ બેન્ક લોન અપાવવા સામાજીક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે નહિ તો આગામી દિવસોમા લાભાર્થીઓ માટે ઉપવાસ આદોલન કરવામાં આવશે.આવેદન પત્ર મુખ્યમંત્રી ગુજરાત રાજય ગાંધીનગર, શહેરી વિકાસ સતા મંડળ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ એફોર્ડેબલ હાઉસીગ મીશન ગુજરાત રાજ્ય ગાંધીનગરને આપવામાં આવ્યુ છે.

Reporter: admin

Related Post