News Portal...

Breaking News :

રણુ ભવાની માતા મંદિરે નવરાત્રીમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

2024-10-03 14:33:14
રણુ ભવાની માતા મંદિરે નવરાત્રીમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા


પાદરા : આદ્યશક્તિનું પર્વ નવરાત્રિ ના શુભારભ ની સાથે પાદરા તાલુકા ના સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની માતાજી મંદિરે અનેક માઇ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. 


વહેલી સવારથી જ રણુ તરફના માર્ગ પર પગપાળા સંઘ સહિત અનેક પદયાત્રીઓ નજરે પડ્યા હતા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે નવરાત્રીનો શુભારંભ થયો મંદિરેનો અનેક ઇતિહાસ છે.પાદરા તાલુકા સુપ્રસિદ્ધ રણુ ભવાની માતા મંદિરે ખાસ નવરાત્રીમાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે વડોદરા થી 23 કિલોમીટર અને પાદરા નગર થી આઠ કિલોમીટરના અંતરે આવેલ પાદરા તાલુકાના રણુ ગામે તુંલજાભવાની માતાજીનું મંદિર એ ગુજરાત તેમજ દેશમાં પ્રસિદ્ધ છે. રાત દિવસ અહીંયા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આ મંદિર સાથે અનેક ઇતિહાસ જાણીતો છે.


યોગીરાજ વિશ્વંભરીજી મહારાજ જ્યારે વર્ષો પૂર્વે અહીંયા માનસરોવરની રચના કરી હતી જે માતા તુલજા ભવાની ના ભવ્ય મૂર્તિ નીકળી હતી આ સ્થળે એક નાનકડી ડેરીમાં ત્યાં સરોવરની ધારાએ સ્થાપના કરેલી આજના તબક્કે આ સ્થળે  માંઇભક્તો ના સહકારથી આ સ્થળે એક ભવ્ય મંદિરની સ્થાપના થઈ ચૂકી છે અને એક આધ્યાત્મિક મંદિર સ્થપાયું છે મંદિર અને માન સરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂણો આજે પ્રવજલિત છે તુલજાભવની માતાજી ના રણુ મંદિરે ખાસ રવિવારે અનેક માઇભકતો આવતા હોય છે ચેત્રી અને આસો નવરાત્રી માં અનેક માઇભકતો પદયાત્રા દ્વારા રનું ગામે આવતા હોય છે માતાજી માં અપાર શ્રદ્ધા ધરવતા ભકતોની માતાજી મનોકામના પૂર્ણ કરતા હોય છે. તુલજા ભવાની માતાજીનો સાક્ષાત્કાર અને પરચા અનેક નાની મોટી હસ્તીઓ ને મળી ચૂક્યા છે અને અનેક લોકોની મનોકામનાઓ આ મંદિરેથી પૂર્ણ થવા પામે છે.નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી સહિત કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

Reporter:

Related Post