વડોદરા: શહેરના ઐતિહાસિક ચાર દરવાજા માંડવી વચ્ચે આવેલ માં મેલડી માતાના મંદિરે આજે રવિવાર હોવાથી ભાવિભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવે છે.

આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે ભાવિ ભક્તોનું આ મંદિરમાં માનતાઓ માંગતા હોય છે અને માં મેલડી એની મનોકામના પુર્ણ પણ કરે છે જેથી કરી ને ભાવીભક્તો દૂર દૂર થી અહીં પગપાળા પણ આવતા હોય છે

સવારે 3 વાગ્યાથી મંદિરનાં દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે. ત્યાર પછી માં મેલડી ની આરતી કરવામાં આવે છે અને પૂર્ણ દિવસ માઈ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે.



Reporter: admin