News Portal...

Breaking News :

શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સરકારી યોજના કેમ્પનું આયોજન

2025-01-19 15:13:25
શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સરકારી યોજના કેમ્પનું આયોજન


ગોત્રી વિસ્તારમાં સંસ્કાર નગરની સામે આવેલ મનિષ ક્લાસીસમાં શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા સરકારી યોજના કેમ્પનું આયોજન કર્યું છે. 


કેમ્પની શરૂઆત આજથી કરવામાં આવી છે, જેમાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી E-KYC કરી આપવામાં આવ્યું. તેની સાથે નવું ઈલેક્શન કાર્ડ અથવા ઈલેક્શન કાર્ડમાં સુધારો, આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વય વંદના કાર્ડ લોકોને કાઢી આપવામાં આવ્યા. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો. ગોત્રી, વાસણા, ભાયલી, તાંદલજા, સૈયદ વાસણા અને હરિનગર વિસ્તારના નાગરિકો માટે કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં 600 જેટલા નાગરિકોએ કેમ્પનો લાભ લીધો. નાગરિકોને રાશન કાર્ડ E-KYC માટે સરકારી કચેરીઓમાં લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે. તેમજ કેટલીક વાર ધક્કો પણ ખાવો પડે છે. ત્યારે નાગરિકોનું નજીકના સ્થળે જ સહેલાઇથી કામ થઈ જાય તે ઉદ્દેશ્યથી કેમ્પનું આયોજન કરાયું છે. 


સતત 10 રવિવાર સુધી સરકારી યોજના કેમ્પ રાખવામાં આવ્યો છે. 19 અને 26 જાન્યુઆરી, 2 અને 9 ફેબ્રુઆરીના રોજ મનિષ ક્લાસીસમાં કેમ્પ રાખ્યો છે. જ્યારે 16 અને 23 ફેબ્રુઆરી, અને 2 માર્ચના રોજ ગોત્રી ESI હોસ્પિટલ રોડ પાસે આવેલ ઐયપ્પા મંદિરની સામે, હનુમાનજી મંદિર પાસે વીએમસી પ્લોટમાં કેમ્પ રાખ્યો છે. તેમજ 9, 16 અને 23 માર્ચના રોજ ભાયલી ગામમાં આવેલ હરસિદ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં પણ કેમ્પ રાખ્યો છે. 10 રવિવારના કેમ્પમાં અંદાજિત 6000 થી 8000 જેટલા નાગરિકો લાભ લેશે તેવો અંદાજ છે. શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ અવાર નવાર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક તેમજ લોક ઉપયોગી કામ કરી રહ્યા છે, જેમાં વિસ્તારના નાગરિકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરો મનીષ અગ્રવાલ, અનુદીપ શેઠ, ભાવિન સોની, જય કાપડિયા, યોગેન્દ્ર રાઠોડ, વિજય શર્મા, આશિષ નાગર, નયન સપકાલ, રોહિત અગ્રવાલ, નરેન્દ્ર નાઈ, પ્રીતિ અગ્રવાલ, દિનેશ ફીટર સહિત અનેક લોકોની મહેનતથી પ્રથમ કેમ્પ ખૂબ સફળ રહ્યો હતો.

Reporter: admin

Related Post