News Portal...

Breaking News :

કાર્તિક પૂર્ણિમાના ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાઈ ગયા

2025-11-05 12:44:42
કાર્તિક પૂર્ણિમાના ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાઈ ગયા


મિરઝાપુર: ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં ચુનાર રેલવે સ્ટેશને એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાર્તિક પૂર્ણિમાના અવસરે ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાઈ ગયા હતા. 


અત્યાર સુધી 4 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર આ શ્રદ્ધાળુઓ ખોટી રીતે પાટા ઓળંગી રહ્યા હતા જેના કારણે ટ્રેનની લપેટમાં આવી ગયા હતા. માહિતી અનુસાર આ તમામ શ્રદ્ધાળુઓ ચોપન-પ્રયાગરાજ પેસેન્જર ટ્રેનમાંથી પ્લેટ ફોર્મ નંબર 4 પર ઉતર્યા હતા. સ્ટેશન પર ઉતાવળમાં આ લોકો રેલવે ટ્રેક ઓળંગવા લાગ્યા ત્યારે વિપરિત દિશામાંથી આવતી એક્સપ્રેસ ટ્રેન (કાલકા મેલ) ની લપેટમાં આવી ગયા હતા. 


ખોટી રીતે ટ્રેક ઓળંગતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. મોટાભાગના શ્રદ્ધાળુઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી જતા અફરા તફરી મચી ગઈ હતી. ઘટના સ્થળે હાજર રેલવેના અધિકારીઓ અને પોલીસે રાહત કામગીરી શરૂ કરી હતી. તંત્રએ મુસાફરોએ અપીલ કરી છે કે તે પોતાની સુરક્ષા માટે પ્લેટફોર્મ અને ઓવરબ્રિજનો જ ઉપયોગ કરે.

Reporter: admin

Related Post