વડોદરા : શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આવેલા આવેલ માતાજીના મંદિરોમાં માઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી.
શહેરના કારેલીબાગ ખાતે આવેલા બહુચરાજી મંદિર ખાતે મંદિરના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરમાં માતાજીના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલું પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને નવરાત્રી જેવા મહાપર્વને લઈને આ મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે મંદિરે દર્શનાર્થે આવતા માઇભક્તો કતારમાં ઊભા રહીને શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે.
આ સાથે જ વરસાદ દરમિયાન મંદિરના પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તેનું પણ આયોજન કર્યું છે.મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે છ કલાકથી ખોલી દેવામાં આવશે. માતાજીના દર્શન રાત્રીના 10 વાગ્યા સુધી કરી શકશે. આ સાથે જ મંદિરમાં લાઈટ તેમજ ભક્તો માટે પીવાની પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં પણ રોશનીની સજાવટ કરવામાં આવી છે. નવરાત્રિના દિવસોમાં આઠમના દિવસે હવન કરવાની પણ ખાસ તૈયારી કરી દેવામાં આવી છે. જેના માટે મંદિર પરિસરમાં હવન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આજે વહેલી સવારથી બહુચરાજી માતાના મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઇ ભક્તોએ બહુચર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Reporter: admin