News Portal...

Breaking News :

દેવ ગ્રુપે 150 કરોડના બિનહિસાાબી વહેવારો કર્યા

2025-02-11 10:10:47
દેવ ગ્રુપે 150 કરોડના બિનહિસાાબી વહેવારો કર્યા


જામનગર : આવકવેરા ખાતાના અધિકારીઓએ  જામનગરના દેવ ગ્રુપના 15 સ્થળ પર પાડેલા દરોડાના અંતિમ ચરણમાં દેવ ગ્રુપે રૂ. 150 કરોડના બિનહિસાાબી વહેવારો કર્યા હોવાની કબૂલાત કરી છે.


આ દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 3.5 કરોડની રોકડ મળી આવી છે. તેમ જ રૂ. 2.45 કરોડના મૂલ્યનું 3 કિલો સોનું પણ પકડાયું છે.  રૂ. 50 લાખ રોકડા અને રૂ. 50 લાખના દાગીના મળીને એક કરોડની મત્તા થોડા કલાકોમાં જ મળી આવ્યા છે. આવકવેરા અધિકારીઓે તેમના અંદાજે 16 લૉકર સીલ કર્યા છે. કંપનીએ કરેલા રૂ. 150 કરોડ સુધીના રોકાણની વિગતો પણ બહાર આવી છે.અમદાવાદ, જામનગર, માળીયા અને મિયાણાના મળીને દેવ ગ્રુપની કંપની દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મૈત્રેયી ડેવલપર્સ, ડી.કે. એન્ટરપ્રાઈસ, અરિહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૃપલ કિરણ વ્યાસના ઘર અને ઓફિસને આવરે લીવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે દરોડાની કાર્યવાહી ચાલુ જ છે. કેટલાક સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે.  


કંપનીએ તેના હિસાબોમાં અંદાજે 25થી 30 કરોડના ખોટા ખર્ચાઓ બતાવીને પણ આવકવેરાની ચોરી કરી હોવાના દસ્તાવેજો પુરાવાઓ દરોડા પાડનારા અધિકારીઓએ શોધી કાઢ્યા છે.શાંતિગ્રામ નજીક નોર્થ પાક્ર વિલામાંના દેવ ગ્રુપના એકમ પર, રાજપથ ક્લબની પાછળ આવેલા દેવ હાઉસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમ જ અમદાવાદના ઘૂમા વિસ્તારમાં આરોહી ક્લબ પાસે આવલા દેવ ગ્રુપના એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપના પ્રમોટર્સ બિલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણાં હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.દેવ ગ્રુપની કંપનીઓએ રોકડમાં અને બિલ વિનાના ખાસ્સા વહેવારો કર્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. રોકડની આવકના આ નાણાં રિયલ એસ્ટેટના બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હતા.  આજે  બહુધા દરોડાની કાર્યવાહી સમેટાાઈજવાની સંભાવના જણાઈ રહી છે.

Reporter: admin

Related Post