વડોદરા: શહેરમાં વિદેશી દારુ ની હેરાફેરીમાં સામેલ ત્રણ અને ગુંડા ટોળકી બનાવી મારામારી કરતા એક આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

વિદેશી દારુની હેરાફેરી કરતા આરોપી રાકેશ રામદેવભાઇ કનોજીયા (રહે.પ્રણવ બંગ્લોઝ, એકતાનગર પાછળ, આજવા - વાઘોડિયા રીંગરોડ), જેતુસીંગ ધનસીંગ દાવર અને સુરેશ વેચતાભાઇ દાવર ( બંને રહે. મધ્યપ્રદેશ) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર, રાજકોટ અને પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા ટોળકી બનાવી હુમલા કરવાના ત્રણ ગુનામાં સામેલ આરોપી મોહંમદ સમીરૃલહસન પઠાણ (રહે. રસુલજીની ચાલી, છાણી રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Reporter: admin







