વડોદરા : શહેર પોલીસે વધુ એક વાહન ચોરને ઝડપી પાડતા તેણે દેવું ચૂકવવા માટે વાહન ચોરી કર્યાની વિગતો બહાર આવી હતી.
વડોદરાના નવા યાર્ડ, ફતેગંજ અને હરણી વિસ્તારમાં સ્કૂટર ચોરીના બનાવો અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે આરીફ સાબીરભાઈ દિવાન (સાઈનાથ નગર, કરોળિયા રોડ મૂડ રહે કોયલી દિવાન ફળિયું) ઓળખાયો હતો. દરમિયાનમાં ફતેગંજ જિમ ખાના રોડ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે નંબર પ્લેટ વગરના સ્કૂટર પર જઈ રહેલા આરીફને ઝડપી પાડી પૂછપરછ કરતા આ સ્કૂટર ચોરી કર્યાનો બહાર આવ્યું હતું.
અગાઉ વાહન ચોરી માં પકડાયેલા આરીફ પાસે પાંચ મહિનાના ગાળામાં ચોરેલા 6 સ્કૂટર મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન આરીફના માથે જુગારને કારણે દેવું થઈ ગયું હોવાથી તેણે વાહનચોરીઓ કરવા માંડી હોવાની વિગતો ખુલી હતી. આ સ્કૂટર માત્ર 10,000 થી 32 હજારની રકમમાં ગીરવી મૂકી દેતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Reporter: admin







