સરકારના પરિપત્રને પણ બીનઅનુભવી સીએફઓ ગોળીને પી ગયા...

સીએફઓ દ્વારા કર્મચારીઓને બિન્ધાસ્ત સાપ્તાહિક રજા આપવામાં આવી...
તાજેતરની સ્થિતીમાં રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની નાની મોટી રજાઓ કેન્સલ કરી દીધી છે અને જો કોઇ કર્મચારી રજા પર હોય તો તાકીદે હાજર થઇ જવા જણાવ્યું છે. અને અમદાવાદ ફાયર બ્રિગેડમાં પણ આ હુકમને પગલે તમામ કર્મચારી અને અધિકારીની રજાઓ રદ કરી દેવાઇ છે. ત્યારે વડોદરા ફાયર બ્રિગેડ જ માત્ર એક એવુ ફાયર બ્રિગેડ છે. જેમાં રાજ્ય સરકારના કોઇ જ હુકમનું પાલન કરાતું નથી અને બિનઅનુભવી સીએફઓ દ્વારા કર્મચારીઓને બિન્ધાસ્ત સાપ્તાહિક રજા આપવામાં આવી રહી છે. મ્યુનિ.કમિશનરે આ બાબતે ગંભીરતાથી તપાસ કરાવાની જરુરી છે.

એક તરફ હાલની સ્થિતીમાં તમામ સરકારી કર્મચારીઓની રજા રદ છે અને રાજ્યના તમામ ફાયર બ્રિગેડમાં પણ રજાઓ રદ કરી દેવાઇ છે. અમદાવાદ ફાયર બ્રિગેડમાં તો ખુદ સીએફઓએ રજા રદ બાબતે પરિપત્ર કર્યો છે. પણ વડોદરાના સીએફઓ મનોજ પાટીલે બિન્ધાસ્ત બનીને રાજ્ય સરકારના હુકમને ના માનીને વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓને સાપ્તાહિક રજા આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હંમેશા વિવાદોમાં રહેલા મનોજ પાટીલને લાગે છે કે વહિવટમાં ગતાગમ પડતી નથી. ના ખબર પડતી હોય તો પોતાના ઉપરી અધિકારીનું તેઓ માર્ગદર્શન લઇ શકે છે પણ તેમાં પણ તે શરમ અનુભવે છે અને રાજ્યસરકારના હુકમનું પાલન પણ કરતા નથી. તેમને જેઓ વડોદરા ફાયર બ્રિગેડમાં લાવ્યા હતા. રાણાજીના રસ્તે જ મનોજ પાટીલ પણ ચાલી રહ્યા છે. વડોદરા ફાયર બ્રિગેડનું કામ હાલના સંજોગોમાં ખુબ અગત્યનું છે ભલે સીઝ ફાયર થયું હોય પણ સચેત રહેવાની હજુ જરુર છે . યુદ્ધની સ્થિતી હોય ત્યારે જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ રજા માણે તે કેટલી હદે યોગ્ય છે તે મામલે કમિશનર અને ડે.કમિશનરે તપાસ કરવાની જરુર છે. મનોજ પાટીલે પોતાની સત્તાની ઉપરવટ જઇને પણ ફેરબદલીના આદેશો કર્યા . મનોજ પાટીલ હવે પોતાની સત્તાના જોરે બેફામ બની રહ્યા છે અને તેમની પર લગામ લગાવાની કમિશનરે જરુર છે.
Reporter: admin







