News Portal...

Breaking News :

કલાભવનના સમર મેળામાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છતાં પોલીસ અને ફાયર બ્રિગેડે આપી મંજૂરી

2025-05-25 10:12:52
કલાભવનના સમર મેળામાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છતાં પોલીસ અને ફાયર બ્રિગેડે આપી મંજૂરી


વડોદરા શહેરના કલાભવન મેદાન ખાતે સમર મેળા ને પરવાનગી આપવામાં આવી છે 


નવાઇની વાત એ છે કે ભુતકાળના પદાર્થ પાઠ પછી પણ કોર્પોરેશન અને ચીફ ફાયર ઓફિસરે સમર મેળાને મનસ્વીપણે પરવાનગી આપી દીધી છે. કલાભવન મેદાન થી બહાર નિકળવા મુખ્ય ગેટ છે. મેળા ની કમ્પાઉન્ડ વોલ બાદ 100 ફુડ જગ્યા છોડવામાં આવી છે. પણ આ જગ્યા પાર્કિંગ માટે ભાડે આપીને રોકડી કરવાનો તખ્તો ગોઠવાયો છે. અહી મેળા ના સમય દરમિયાન 500થી વધુ વાહનો પાર્કિંગ કરવા મા આવે છે. અને ત્યારબાદ આ મેદાન ખચો ખચ ભરાઈ જાય છે. 


જો આગ લાગે અથવા ભાગદડ થાય તો સામાન્ય નાગરિક બહાર કેવી રીતે આવશે. ફાયર વિભાગ એ આપેલી પરવાનગીમાં તો સમર મેળામાં ચાર દરવાજા બતાવે છે પણ એ મેળાની બાઉન્ડરી છે તેના છે. પણ મેદાન ની બહાર બે દરવાજા છે. જો પાર્કિંગ થી ખીચોખીચ મેદાનમાં કોઇ દુર્ઘટના થાય તો કોઇ વ્યક્તિ બહાર કેવી રીતે  બહાર આવે તે મોટો સવાલ છે.  પોલીસના ઉચ્ચ અધિકારી અને ફાયર ચિફ ઓફિસર મનોજ પાટીલે ફક્ત રાઈડનું નિરીક્ષણ કરી કાગળ પર બતાવી પરવાનગી આપવામાં આવી છે. આ મેદાનમાં જ રાજકોટ ની જેમ કાયમી ગેમ ઝોન પણ બનાવાવામા આવ્યું છે. જો કોઇ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ તે સવાલ પુછાઇ રહ્યો છે. દુર્ઘટનાની રાહ જોવા કરતાં અત્યારથી જ નિયમોનું ઉલ્લંઘન કરનારા સમર મેળાના આયોજકોને અપાયેલી પરવાનગી રદ કરી દેવી જોઇએ.

Reporter: admin

Related Post