ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ કરેલા ગેરકાયદેસર બાંધકામને ડે.ટીડીઓ દેવમુરારી કેમ આંખ આડા કાન કરે છે.

સામાન્ય વ્યક્તિ ગેરકાયદેસર બાંધકામ કરે તો બાંધકામ શાખાવાળા તુરત જ બુલડોઝર લઇને પહોંચી જાય છે.
વડોદરા શહેરના પશ્ચિમ ઝોન અકોટાનાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ દિવાળીપુરા રોડ ઉપર આવેલ મીરા સોસાયટીમાં એક બ્લોક માં ૧૮ મીટરના ટી.પી. રોડ પર CGDCR નો છડેચોક ભંગ કરીને ચાર માળનું ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. આ સમગ્ર મામલે ડે.ટીડીઓ દેવમુરારીની ભૂંડી ભૂમિકાબહાર આવી છે. જેના પર નકલી જાતિ નું પ્રમાણપત્ર મેળવી નોકરી મેળવી છે અને પ્રમોશન મેળવેલું છે. તેવા ગંભીર આરોપો છેક મુખ્યમંત્રી સુધી થયા છે તે જ અધિકારી દેવમુરારી ધારાસભ્યના વિસ્તારના ડે.ટીડીઓ છે એટલે તમારે સમજી લેવાનું કે ધારાસભ્ય સામે કોઇ કાર્યવાહી થશે કે કેમ... બાંધકામ શાખા ના ડે.ટીડીઓ દેવમુરારીને ખબર જ છે કે ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ માર્જીન વગર બાંધકામ કર્યું છે પણ આ વિસ્તાર દેવમુરારીનો હોવા છતાં તેમણે કાર્યવાહી કરી ન હતી. એ વિસ્તારમાં જ દેવમુરારીનું ઘર છે, શું એમને ખબર નહી હોય? છતાં તેમણે કાયદાનું પાલન જ કર્યું નથી. ધારાસભ્યનું હિત સચવાય તેમ જ કરે છે. જો સામાન્ય વ્યક્તિ આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરે તો બાંધકામ શાખાવાળા તુરત જ બુલડોઝર લઇને પહોંચી જાય છે. અહીં ધારાસભ્યનું ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવા ટીડીઓ પરમીલ પટણી કે ડે.ટીડીઓ દેવમુરારી જતા નથી. રજા ચઠ્ઠી રદ કરવાની જહેમત પણ ઉઠાવતા નથી. સમજી શકાય છે કે તે કોની કૃપાથી જાતિના પ્રમાણપત્ર પર કોર્પોરેશનમાં અત્યાર સુધી નોકરી કરી રહ્યા છે. ધારાસભ્ય એવો લુલો બચાવ કરે છે કે મેં તો આ મિલકત કોઈને ડેવલપ કરવા આપી છે. પરંતુ હકીકત કંઈક વિપરીત છે. આમેય માલિકી કોઈની પણ હોય પરંતુ સદર બિલ્ડીંગમાં રજા ચિઠ્ઠી વિરુદ્ધનું અને હેતુફેર કરીને બાંધકામ થઈ રહ્યું છે.

દેવમુરારી પાસે કોઇ જ અનુભવ નથી અને તેમને કંઇ ખબર પણ પડતી નથી જેથી તેઓ તેમના બાંધકામ શાખાના ચતુર કર્મચારીઓનો કાર્યવાહીમાં લાભ લે છે. તેમની સલાહ મુજબ જ્યાં સહી કરવાની હોય ત્યાં માત્ર સહી કરે છે. જોકે વહીવટમાં આવ્વલ છે. હવે તેમણે ધારાસભ્યને બચાવવાનું બિડુ ઝડપ્યું હોય તેમ ધારાસભ્યની આ મિલકતનું ગેરકાયદેસર બાંધકામ તોડતા પણ નથી. અકોટા વિધાનસભાનાં ધારાસભ્ય તમામ નિયમોને મૂકી સરકારશ્રીએ બનાવેલ CGDCR ના કાયદાને નેવે મૂકી ગેરકાયદેસર બાંધકામ કરેલ તો બાંધકામ પરવાનગી શાખાના ટીડીઓ પરિમલ પટણી ,ડે.ટી.ડી.ઓ દિનેશ દેવમુરારીએ અને બાંધકામ તપાસનીસને આ ગેરકાયદેસર બાંધકામ કેમ દેખાતું નથી? કેમ કે આ રોડ ઉપરથી બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ ઘણીવાર પસાર થતા હશે. પરંતુ આ ચાર માળનું ૧૮ મીટર ટી.પી.રોડ નું ગેરકાયદેસર બાંધકામ એમને દેખાતું નથી. બાંધકામ પરવાનગી શાખાનું કામ કાયદેસર બાંધકામ કરાવવાનું હોય છે પણ ગેરકાયદેસર બાંધકામ એમની મુક સંમતી સાથે થઇ રહ્યું છે. કેટલા માળની મંજૂરી આપી છે અને કેટલું માર્જિન રાખવાનું છે તે સ્થળ ઉપર જઈને ટીડીઓ જોઈ લે. આ બાંધકામ ની સામે સોસાયટીનો પણ ખુલ્લો વિરોધ છે.
ચૂંટણી વખતે ચૈતન્ય દેસાઇના કાર્યાલયનો પણ વિવાદ ચગ્યો હતો....
જ્યારે વિધાનસભાની ચૈતન્ય દેસાઇને વિધાનસભાની ટિકીટ મળી ત્યારે ખુલાસો થયો હતો કે તેમણે તુરત જ પાલિકામાં પૈસા ભરીને પોતાની સિલ થયેલી દુકાન ખોલાવીને ત્યાં કાર્યાલય શરુ કર્યું હતું. તેમણે ભાજપની જાદુઈ છડીનો ઉપયોગ કરીને તુરત જ દૂધથી ધોવાઇ ગયા હતા. પણ તેમણે ચૂંટણી વખતે કાર્યાલય ખોલી દીધું હતું. ચૈતન્ય દેસાઇ ટિકીટ મળી નહતી ત્યારથી જ વિવાદમાં રહ્યા હતા. દિવાળીપુરા નવી કોર્ટ પાસે સીલ કરાયેલી આ દુકાન કે મકાન ને ખોલવા માટે તે કાર્યાલય કરવા માટે તુરત જ સીલ તોડી નખાયું હતું. બે માળના આ ગેરકાયદેસર બાંધકામમાં રહેણાંક મકાનનો કોમર્શીયલ તરીકે ઉપયોગ શરુ કરી દેવાયો હતો અને ત્યાં કાર્યાલય શરુ કરી દેવાયું હતું. પરવાનગી વિના બાંધકામ થયું હોવાનું જાણાવી સ્થાનિક રહિશે વાંધો ઉઠાવતા ઇમારતને સીલ કરાઇ હતી. તેમણે વાંધો ઉઠાવ્યો હતો કે આ મિલકતની કોઇ પણ પરવાનગી લેવાઇ ન હોવાનું સ્થાનિક રહિશે તે વખતે આરોપ લગાવ્યો હતો. છતા ચૂંટણી હતી તેના લીધે તમને કાયદાની વિરુદ્ધ ધારાસભ્ય એ સીલ ખોલાવી કાર્યાલય ચાલુ કરી દીધું હતું.

Reporter: admin







