News Portal...

Breaking News :

ACB દ્વારા લાંચ લેતા નાયબ ચિટનીશને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો

2025-04-24 10:08:08
ACB દ્વારા લાંચ લેતા નાયબ ચિટનીશને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો


આજ રોજ એન્ટી કરપ્શન બ્યુરો (ACB), નડીયાદ દ્વારા કરવામાં આવેલી સફળ ટ્રેપમાં ખેડા જિલ્લા પંચાયત નડીયાદના સિંચાઈ વિભાગના નાયબ ચિટનીશ મિતુલકુમાર અંબાલાલ કાછીયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા.



ફરીયાદી તરીકે એક જાગૃત નાગરિકએ રજૂઆત કરી હતી કે, તેમણે ૧૫મી નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અલીન્દા ગામમાં ગટરલાઇનના કામ માટે બિલ રૂ. ૨,૭૦,૦૦૦/- બનાવ્યું હતું. આ બિલ પર એક્ઝિક્યુટિવ ઈજનેિયર, ઇરીગેશન ડીવીઝન, ખેડા જિલ્લા પંચાયત નડીયાદની કાઉન્ટરસહી જરૂરી હતી. આરોપી મિતુલકુમાર કાછીયાએ આ કાઉન્ટર સહી કરાવવાના બદલામાં બિલની કુલ રકમના દોઢ ટકા એટલે કે રૂ. ૪,૦૫૦/- લાંચની માંગણી કરી હતી.ACBની ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને આજ રોજ નડીયાદ સ્થિત ખેડા જિલ્લા પંચાયત કચેરીમાં ગોઠવાયેલ ટ્રેપમાં આરોપીને રૂ. ૪,૦૫૦/- લાંચની રકમ સ્વીકારતા પકડી પાડ્યા. 


ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ પોતાની જાતે લીધી હતી.આ ટ્રેપ દરમિયાન મુખ્ય ભૂમિકા પો.ઇન્સ્પેક્ટર વી.આર. વસાવા અને તેમના સહકર્મી ACB સ્ટાફની રહી હતી. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.વી. પટેલના સુપરવિઝન હેઠળ પૂર્ણ કરવામાં આવી.આ ઘટના એક સ્પષ્ટ સંકેત છે કે રાજ્યની એન્ટી કરપ્શન બ્યુરો બેદરકાર નથી અને આવા લાંચિયા તત્વોને કાયદાની પકડમાં લાવવા માટે સંપૂર્ણપણે સતર્ક છે.ન્યાય માટેના પંથમાં આ એક મહત્વપૂર્ણ પગલુ ગણાય છે, જે ભવિષ્યમાં સરકારી તંત્રમાં ઈમાનદારી અને જવાબદારીની ભાવના ઊભી કરવા માટે પ્રેરક બની રહેશે.

Reporter: admin

Related Post