વડોદરા : મહાકુંભમાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો ફ્લાઇટ, ટ્રેન અને બસ દ્વારા મહાકુંભમાં જઈ રહ્યા છે

વાસ્તવમાં ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ઉમટી પડ્યા છે, ત્યારે વડોદરા ના મીડિયા દ્વારા કુંભમેળામાં જવા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ થી વધુ પત્રકારો અને પરિવાર ના સભ્યો સાથે કુંભમેળા માં જવા પહેલા નાની બાળકી હાથે પૂજા કરવામાં આવી હતી અને હર હર મહાદેવનો જય ગોસ કરવામાં આવ્યો હતો.

મીડિયા મિત્રો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને વડોદરા થી કુંભમેળાના પ્રવાસની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે વડોદરા થી પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવા માટે ઉત્સાહી જોવા મળ્યા હતા.




Reporter: admin







