રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની વડોદરા જિલ્લા હસ્તકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના કર્મીઓ માટે એસ.આર.પી.ગ્રાઉન્ડ, વડોદરા ખાતે યુનિટી કપ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વડોદરા જિલ્લાની પુરુષ કર્મચારીઓની ૦૮ ટીમ અને મહિલા કર્મચારીઓની ૦૪ ટીમ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.યુનિટી કપમાં કુલ ૧૯ મેચોના અંતે પુરુષ કર્મચારીમાં વડોદરા સ્ટ્રોમ ટીમ અને મહિલા કર્મચારીઓમાં ગોરવા ગેલેક્સી ટીમ વિજેતા બની હતી.વિજેતા ટીમ અને શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
Reporter: admin