વડોદરા : શહેર સયાજી હોસ્પિટલમાં રહેતા તબીબોની આજુબાજુ જગ્યાએ સ્વચ્છતાના અભાવે ૧૦ થી વધુ રેસીડેન્સલ તબીબોને ડેન્ગ્યુ થયોછે .

ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવના કારણે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે પાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે પરંતુ વડોદરા શહેર ની મોટી ગણાતી હોસ્પિટલ માં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સયાજી હોસ્પિટલના 10 થી વધુ તબીબોને ડેન્ગ્યુ થતા રેસીડેન્સીયલ તબીબોના રૂમોમાં દવાનો છંટકાવ જોવા મળ્યો હતો. સયાજી હોસ્પિટલ ખાતે તબીબોને જો ડેન્ગ્યુની અસર જોવા મળે તો ત્યાં સારવાર કરવા આવતા દર્દીઓ અને દર્દીના પરિવારને પણ ડેન્ગ્યુ થાય તો જવાબદાર કોણ? તેઓ સવાલ ઊભો થયો છે.






Reporter: admin







