વડોદરા : શહેરમાં થોડા દિવસો પહેલા વિશ્વામિત્ર નદીની સપાટીમાં ભયજનક વધારો થતા વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
જેથી વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે વડોદરા શહેર માં પાલિકા તંત્ર દ્વારા નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તેમાં દુષિત વરસાદી પાણી ભરાઈ જતા હવે તંત્ર આ પાણીનું નિરાકરણ લાવે જેથી આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પ્રારંભ થનાર છે અને વડોદરા શહેરમાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
ત્યારે ગણેશજીની પ્રતિમા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના લોકો ગણપતિની પ્રતિમા વિસર્જન કરવામાં આવનાર છે જેને લઈને તંત્ર આ દૂષિત પાણી નું વહેલી તકે નિરાકરણ લાવે જેથી વડોદરાના ગણેશ ભક્તોની લાગણી ન દુભાઈ તેવી તેવી માંગ ઉઠી છે.
Reporter: admin