વડોદરા : શહેરમાં આવેલ એસ એસ જી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અને પરીવારજનોને તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરવા બાબત સાથે જ હોસ્પિટલની બેદરકારી બદલ જવાબદારઓને સુચનાઓ આપવા જણાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળે છે અને સુવિધાઓ નો અભાવ જોવા મળે છે જેમ કે ગત વર્ષોમાં રુક્ષમણી ચેનાની પ્રસુતિ વોર્ડમાંથી કેટલીક મહિલાઓ પોતાના બાળકને જન્મ આપી તરછોડવાની ઘટના બનતી હતી. ત્યારબાદ એસ એસ જી હોસ્પિટલમાં આવેલ રુક્ષમણી ચેનાની પ્રસુતિ વોર્ડમાં દાખલ દર્દીઓ ને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે અને દર્દીઓને મળવા માટે (પાસ સિસ્ટમ) કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે. દર્દીઓને પણ આરામ મળે છે ત્યારે હાલમાં અનેક વોર્ડમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે એક દર્દી સાથે અનેક પરીવાર ના સભ્યો હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવતા હોય છે જેથી દર્દીને આરામ નથી મળી રહ્યો ત્યારે હોસ્પિટલમાં અનેક વોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સમય નક્કી કરવામાં આવે સુચના બોર્ડ લગાવવામાં આવે જેથી દર્દીને રાહત મળી શકે અને હોસ્પિટલમાં સ્વરછતા ની જાળવણી થઈ શકે છે સાથે બહારગામથી અથવા અન્ય રાજ્યોમાંથી એસ એસ જી હોસ્પિટલમાં આવતા પરીવારજનોને તાત્કાલિક ધોરણે પાવર ગ્રીડ નામની કંપની દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આશ્રય સ્થાન ખુલ્લુ મુકવામાં આવે.જેથી નાગરિકો તેનો લાભ લઈ શકે તેમ છે

હાલમાં દર્દીઓ સારવાર હેઠળ હોય ત્યારે પરીવારજનો શિયાળામાં ઉનાળામાં અને ભર ચોમાસે ખુલ્લામાં શૌચક્રિયા સાથે બહાર સુતાં જોવા મળે છે અનેક લોકો ગંદકી ફેલાવે છે ત્યારે હોસ્પિટલનું નામ ખરાબ થતું હોય છે હોસ્પિટલમાં આવતા અનેક લોકો બહાર ખુલ્લામાં રાત્રીના સમયે મોટે મોટેથી અવાજ કરતાં હોય છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ તેમજ પરીવારજનો સાથે ઘર્ષણ થતું હોય છે હાલમાં પ્રસુતિ વોર્ડમાં ની સામે, તાત્કાલિક વોર્ડ, પીડીયા વોર્ડ તેમજ અન્ય જગ્યાએ રાત્રીના સમયે નાગરિકોનાં ટોળા જોર જોર થી વાતો કરતા જોવા મળે છે જેથી પરીવારજનો માટે આશ્રય સ્થાન તાત્કાલિક ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ છે. સાથે જ સર્જીકલ વોર્ડની સામે જ્યાં ત્યાં પાર્કીંગ કરવામાં આવે છે સિક્યુરિટી એજન્સીના ગાર્ડ ધ્યાન આપતા નથી સર્જીકલ વોર્ડ પાસેથી અનેક વાહનની ચોરીના બનાવો બન્યા છે સાથે સર્જીકલવ વોર્ડની અંદર થી અનેક દર્દીઓનાં પાકીટ મોબાઇલની ચોરીના બનાવો બન્યા છે ત્યારે સર્જીકલ વોર્ડમાં દાખલ દર્દીઓ માટે પણ પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે હાલમાં હોસ્પિટલમાં નવીન કામગીરી સ્ટ્રકચર બનાવવામાં આવે છે ત્યારે પી.આઈ.યુ દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવે છે જ્યાં ત્યાં કચરો અને ગંદકી ફેલાવે છે હોસ્પિટલમાં નવીન કામગીરી કરતા મજદૂરની સેફ્ટી સુરક્ષા વ્યવસ્થા નથી જેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારા આવેદનપત્ર ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમાંમ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સુચના આપશો અને દિન 7 માં આપના જવાબ લેખિતમાં અભિપ્રાય અને સુવિધાઓ આપશો તેવી માંગણી ઉઠી છે.




Reporter: admin