વડોદરા: રેસકોર્સ સર્કલ ખાતે જીઇબી કચેરીને બહાર વિદ્યુત સહાયક ની પરીક્ષા પાસ કરેલા મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના પડતર પ્રશ્નોની રજૂઆત માટેધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો .

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હાલમાં લેવાયેલ વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને ભરતી વધારે કરવા કરવા સામાજિક કાર્યકર મિતેશ પરમાર ની આગેવાની હેઠળ ઉમેદવારો મોટી સંખ્યામાં સૂત્રોચાર પ્લેકાર્ડ બેનર સાથે રેસકોર્સની એમજીવીસીએલ કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.MGVC L દ્વારા નવીન ભરતી પ્રક્રિયા હાલ ધોરણ ચાલુ છે પરંત તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતી થયેલ છે. MGV C L સાંધા કંપનીને આપેલ છે તે રદ કરો.

કોન્ટ્રાક્ટ આપેલ છે FRT ( ફોલ્ટ રીક્રૂટમેન્ટ ટીમ) ને MGV C L માં કાયમી ધોરણે ભરતી પ્રક્રિયા થતી હતી પરંતુ હાલ MGVCL દ્વારા પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક આપ્યો છે જેથીM G V C L ના ટોટલ ૧૩૨ સબ ડિવિઝન લગભગ જેમાં ૧૧૮૦ જેટલા લોકોને કોન્ટ્રાક પર લીધા છે કે જેથી તેમને તાત્કાલિક ધોરણે હટાવી ને તારીખ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ લેવાયેલ વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ની પરીક્ષામાં પાસ થયેલ તમામ ઉમેદવારોને તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ વિધુત સહાયક ના ઉમેદવારોએ કરી હતી.



Reporter: admin







