વડોદરા :શહેરમાં આવેલ કુબેર ભવન ખાતે રોજેરોજ હજારોની સંખ્યામાં અવરજવર જોવા મળે છે ત્યારે કુબેર ભવનનો નવમો માળ જર્જરીત હાલતમાં જોવા મળ્યો હતો.
સરકારી ફાઈલો પણ વરસાદી પાણીમાં પલાળી ગઈ હતી ઓફિસોમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા ત્યારે વધુમાં સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને જર્જરીત મકાન દુકાન હોય ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા નિર્ભયતાની નોટીસ આપીને લાઈટ પાણી ડ્રેનેજ કાપવાની કામગીરી કરવામાં આવે છે અને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે
ત્યારે કુબેર ભવનમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભયનાં ઓઠા હેઠળ કામગીરી કરી રહ્યા છે ત્યારે આ બિલ્ડીંગના પિલ્લર તેમજ સિલીગનો કેટલોક ભાગ જર્જરીત હાલતમાં તાત્કાલિક ધોરણે આ તમામ ઓફિસ ખાલી કરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.
Reporter: